૨૦૧૮ના અંત સુધીમાં મનીષા ગરનાળા ઓવર બ્રિજ પુરો થવાની સંભાવના

0
13

સુરત,તા.૩૦
સુરત મ્યુનિ.ના નબળા ભાજપ શાસકો અને નબળા કોન્ટ્રાક્ટરના પાપે અમરોલી ઉત્રાણ વિસ્તારની પ્રજા ટ્રાફિક જામમાં છેલ્લા ઘણાં વર્ષોથી ફસાઈ રહી છે. મનીષા ગરનાળા રેલ્વે ઓવર બ્રિજની ગોકળ ગાયની ગતિથી ચાલતી કામગીરીથી રોજ લાખો લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
ઘણાં વર્ષોથી અટકી પડેલી કામગીરી હાલ રેલ્વે અને મ્યુનિ.વચ્ચે સંકનલ થતાં આગળ ચાલે અને ડિસેમ્બર ૨૦૧૮ પહેલાં આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સુરતના ઉત્રાણ-મોટા વરાછાને જોડતાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરી લાંબા સમયથી અટકી પડી છે. આ બ્રિજની કામગીરીકોન્ટ્‌કાક્ટરને મ્યુનિ. તંત્રએ સખ્યાબંધ નોટીસ આપી છે છતાં કામગીરી ધીમી છે. ઉપરાંત બ્રિજની કામગીરી માટે રેલ્વે પાસે બ્લોક પણ જરૃર હોવાથી આ કામગીરી ધીમી થઈ રહી છે .
રેલ્વે અને મ્યુનિ.તંત્ર વચ્ચે સંકલનના અભાવે બ્લોક મળતો ન હતો પરંતુ હાલમાં મ્યુનિ. તંત્ર અને રેલ્વે વિભાગ વચ્ચે સંકનલ થતાં ઓક્ટોબર માસમાં બ્લોક મળી શકે તેમ છે. આ બ્લોક મળે તો બ્રિજની મહત્તમ કામગીરી પુરી થઈ શકે તેમ છે બ્લોક માટે રેલ્વે વિભાગનો હકારાત્મક અભિપ્રાય આવતાં મ્યુનિ. તંત્ર આ બ્રિજ ડિસેમ્બર ૨૦૧૮ પહેલા ખુલ્લો મુકવામાં આવે તેવી ગણતરી કરી રહ્યું છે. જો મ્યુનિ.તંત્રની આ ગણતરી સાચી પડે તો અમરોલી- ઉત્રાણ મોટા વરાછા વિસ્તારની પ્રજાની ટ્રાફિક સમસ્યા ૨૦૧૮ પુરો થાય તે પહેલાં પુરી થઈ શકે તેમ છે.
મ્યુનિ.ની સિક્યુરીટીએ દરમિયાનગીરી કરી ત્યારે બન્ને પક્ષે સમાધાન થયું અને બેસી ગયાં તેવું કહેવામાં આવ્યું હતું. આવી રીતે નાટકમાં ખલેલ ઉભા કરનારાઓને સમજાવાવના બદલે હોલમાંથી કાઢી મુકવા જોઈએ તેવી લાગણી પ્રેક્ષકો વ્યક્ત કરી રહ્યાં હતા. તો કેટલાક કહી રહ્યાં હતા કે ભુતકાળમાં પણ નાટકના કલાકાનોની લીંક તોડવા માટે આવા પ્રયાસ થતાં હતા. આવી રીતે ચાલુ નાટકે હોબાળો કરનારાઓને કાયમી ધોરણે પ્રવેશ ન આપવા જોઈએ તેવી પણ લાગણી પ્રેક્ષકો વ્યક્ત કરી રહ્યાં હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY