સુરત,તા.૩૦
સુરત મ્યુનિ.મા સમાવિષ્ટ સુલતાનાબાદ લંગરથી ચોપાટી સુધીની લાઈનદોરી જાહેર કરી તેની સામે ગામલોકોનો આક્રમક વિરોધ શરૃ થયો છે.
ટી.પી. સ્કીમ અંગે કોર્ટમાં મેટર ચાલતી હોવા છતાં લાઈનદોરી માટે આપેલી નોટીસ સામે ગ્રામજનોએ લડતના એંધાણ આપી દીધા છે. આ લાઈનદોરીમાં પૌરિણાક કુવાનો પણ સામવેશ કરી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે.
પૌરાણિક કુવો બચાવવા માટે ગામલોકોએ જીવ આપવા માટેની તૈયારી બતાવી હોવાથી આ લાઈનદોરી માટે મ્યુનિ. તંત્રની મુશ્કેલી વધી શકે છે.
સુરત મ્યુનિ.એ હાલમાં જ સુરતના પર્યટક સ્થળ એવા ડુમસની લાઈનદોરી કરી રસ્તો પહોળો કરવા માટેની કવાયત શરૃ કરી છે. જેના ભાગરૃપે સુલતાના બાદ લંગરથી ડુમસ ચોપાટી સુધીના રસ્તાની લાઈનદોરી માટે નોટીસ જાહેર કરવામાં આવી છે.
ગામના કેટલાક લોકોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, કેટલીક ધાર્મિક મિલ્કત બચાવવા માટે લાઈનદોરીમાં બાંધછોડ કરવામાં આવી છે ત્યારે પૌરાણિક કુવાને લાઈનદોરીમાં આવરી લેવામા આવ્યો છે. મ્યુનિ. તંત્ર જો વિરોધ છતાં કામગીરી કરે તો જીવ આપીને પણ કુવો બચાવીશું. ગામ લોકોના આવા વિરોધના પગલે આગામી દિવસોમાં મ્યુનિ.તંત્રની કામગીરી સામે વિરોધ વધી શકે તેમ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



