ભૂવનેશ્વર,તા.૧૯
ઓરિસ્સામાં ત્રાટકેલા ‘તિતલી’ વાવાઝોડાંમાં મૃત્યુઆંક ૫૭એ પહોંચ્યો છે. આ વાવાઝોડાની ચપેટમાં આવતા અનેક મકાનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. કુલ ૫૭ મકાનો ક્ષતિગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તિતલી વાવાઝોડું ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ત્રાટકિયું હતું. શ્રીકાકુલમ અને વિજયનગરમાં મોટાપાયે તારાજી આ તોફાને સર્જી હતી. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા. તિતલી ત્રાટકિયું ત્યારે ૧૪૦થી ૧૬૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
‘તિતલી’ ઓડીશા અને આંધ્રપ્રદેશમાં ત્રાટકતા આઠ લોકોનાં જીવ ગયા છે. આધ્રપ્રદેશના શ્રીકાકુલમ અને વિજયનગરમમાં મોટા પાયે તારાજી સર્જી છે. ઓડીશામાં જા કે, કોઈના મોતની ખબર આવી નથી પણ ગજપતિ અને ગંજમ જિલ્લામાં આ ચક્રવાત ભારે તબાહી છોડી ગયું છે.
આપને જણાવી દઇએ કે,તિતલી વાવાઝોડું તાજેતરમાં ઉંડા દબાણમાં પરિવર્તિત થઇને નબળું પડ્યું અને પશ્ચિમ બંગાળમાં દાખલ થયું છે ત્યારબાદ મુશળધાર વરસાદ વરસાદ થયો તથા ઓરિસ્સામાં મોટી સંખ્યમાં લોકો મૃત્યું પામ્યા હતા. આ સાથે પશ્ચિમ બંગાળમાં પણ કેટલાક લોકોના મોત નિપજ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






