ચાર્જશીટ વખતે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાશે : પોલીસ
સુરત, તા.૨૦
કતારગામ-અમરોલી વિસ્તારની એક પરિણીતા સાથે બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડો. પ્રફુલ્લ દોશીનો લેવાયેલો પોટેન્શીયલ રિપોર્ટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સીલબંધ કવરમાં અઠવા પોલીસને સુપરત કર્યો હોવાનું અઠવા પોલીસ મથકના પીઆઈ એસ.બી. ભરવાડે જણાવ્યું હતું. જોકે આ રિપોર્ટ અદાલત માંગે ત્યારે અથવા ચાર્જશીટ વખતે કોર્ટમાં રજૂ કરવાનો હોય છે. એવું પણ પીઆઈએ જણાવ્યું હતું. આ સાથેના અન્ય રિપોર્ટ પણ આગામી દિવસોમાં એફએસએલમાંથી આવશે.
આ કેસની વિગતો એવી છે કે ગત તા.૧૪મી સપ્ટેમ્બરના રોજ એક પરિણીતા નાનપુરા-નાવડી અોવારા પાસે આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં ચિકિત્સા કરાવવા માટે ગઈ હતી. જ્યાં ડો. પ્રફુલ્લ દોશી દ્વારા તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. અઠવા પોલીસ મથકમાં પીડિતાએ ફરિયાદ નોîધાવતા પોલીસે આઈપીસી ૩૭૬ મુજબનો ગુનો નોંધી આરોપી ડો. પ્રફુલ્લની ધરપકડ કરી ત્રણેક દિવસના રિમાંડ મેળવ્યા હતા. આ રિમાંડ દરમ્યાન પોલીસે જુદા જુદા પ્રકારના સિવિલ હોસ્પિટલમાં મેડીકલ રિપોર્ટ પણ કઢાવ્યા હતા. જે પૈકીનો એક પોટેન્શિયલ રિપોર્ટ આવી જતાં સિવિલ હોસ્પિટલના તબીબોએ અઠવા પોલીસને સુપ્રત કર્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




