ટ્રાફિક સમસ્યાના બહાને અોટો રિક્ષા ચાલકોની ધરપકડ કરવાનું બંધ કરો

0
4

ગુજરાત રાજ્ય અોટો રિક્ષા ફેડરેશનની માંગણી
સુરત, તા.૨૨
ગુજરાત રાજ્ય અોટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ જસુભાઈ બારોટ, મહામંત્રી હુસૈનભાઈ સૈયદ, ઉપપ્રમુખ અનવર શેખ, શફી મેમન, ઈમ્તીયાઝ લાંગા, ડાહ્નાભાઈ પટેલનાઅો એક સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે, તા.૨૦-૯-૨૦૧૮ના રોજ એક આવેદનપત્ર ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વાહનવ્યવહાર મંત્રી, ડી.જી.પી.ને એક આવેદનપત્ર સુપ્રત કરેલ જેમાં ગુજરાતભરમાં અને ખાસ કરીને સુરતમાં હાલ જે તે શહેરના કમિશનરો નગર પાલિકાઅોને ટ્રાફિક સમસ્યા હલ કરવા આદેશ આપવામાં આવ્યો છે જે બાબત ખૂબ જ સારી છે. પરંતુ તેની આડમાં પોલીસ વિભાગ વાહન ચાલકો તેમજ ખાસ કરીને રિક્ષા ચાલકો સામે તવાઈ લાવી છે. રાજ્યના લગભગ પોલીસ વિભાગ માટે ખુલ્લો રસ્તો મળી ગયો યાને ચાલુ રિક્ષા રોકીને, પેસેન્જર લેતા-ઉતરતા હોય કે ઊભા હોય તેમને કોઈપણ ગુનામાં તેમજ તકલાદી ગુનાઅો બનાવીને પકડીને સીધા જે તે પોલીસ સ્ટેશને લઈ જઈને આપીસીની કલમ ૨૮૩-૨૭૯,૨૦૭ તેમજ મરજી પ્રમાણેની કલમો લગાવી રિક્ષા ચાલકની ધરપકડ કરીને લોકઅપમાં બંધ કરી દે છે તે ગેર વ્યાજબી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY