જુદા જુદા સ્થળે અસ્માતોમાં બે લોકોનો ભોગ લેવાયો
સુરત, તા. ૨૨
બારડોલી તથા કડોદરા ખાતે બનેલા બે વાહન અકસ્માતના બનાવોમાં એક પરિણીતા તથા પાંચ વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું હોવાનો બનાવ બનતા પોલીસ ફેટલનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
બારડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી તાલુકાના મોતા ગામના રહેવાસી મંગાભાઇ કાનજીભાઈ હળપતિના પત્ની સોનલબેન (૨૬) અોટોરિક્ષામાં બેસી ઘર તરફ જતા હતા ત્યારે બારડોલી તાલુકાના બાબેન ગામ શાંતિ નિકેતન પો એક અજાણ્યા મોટર સાઈકલ ચાલકે પોતાની મોટર સાઈકલ પૂરપાટ ઝડપે હંકારી રિક્ષા સાથે અથડાવતા સોનલબેનની છાતીના ભાગે પાંસળીઅોમાં ફેક્ચર કરી માથાના ભાગે ગંભીર ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયો હતો. પોતાની પત્નીનું વાહન અકસ્માતમાં મોત થયાની જાણ થતા તેમણે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ફેટલનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા વાહન અકસ્માત મોતનો બનાવ કડોદરા- નિયોલ ગામના તળાવ પાસે બન્યો હતો. જેમાં સુરત-મરોલી માન-સરોવર સોસાયટીમાં રહેતા સવાઈલાલ પ્રજાપતિએ પોતાની અોટોરિક્ષા-પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી પલટી ખવડાવી હતી. આ અોટોરિક્ષામાં બેઠેલા ૫ વર્ષના દિવ્યાંશુનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે સીતાદેવીના જમણા ગાલ પર ઈજાઅો પહોચી હતી. કડોદરા પોલીસે ફેટલનો ગુનો નોધ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



