મોટા વરાછામાં પૈસાની લેતીદેતી અંગે ઘરે આવી પરિવારને ધમકી

0
6

કારમાં આવેલા ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સુરત, તા. ૨૪
મોટા વરાછામાં પૈસાની લેતી દેતી બાબતે કારમાં આવેલા ત્રણ જણાંએ વેપારી ઉપર બેઝબોલના ડંડાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી વેપારીની કારના કાચ તોડી નાખ્યા હતા.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા કુદરત એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી ઉર્વેશભાઈ કડવાભાઈ પટેલ પોતાના એપાર્ટમેન્ટ પાસે ઊભા હતા. ત્યારે કારમાં ધસી આવેલા અભિષેક નાવડિયા, રવિ ભાલ, દીક્ષિત ઉર્ફે ભુરાએ પૈસાની લેતીદેતીબાબતે ફરિયાદી ઉવૈશભાઈને બિભત્સ ગાળો આપી ફરિયાદી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી બેજબોલના ડંડાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ ફરિયાદીની કારના કાચ તોડી નાખી નાસી ગયા હતા. અમરોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY