ઓરિસ્સામાં વાવાઝો-વરસાદ બાદ ભૂસ્ખલન : ૧૨ લોકોના મોત

0
3

ભૂવનેશ્વર,તા.૧૩
ઓરિસ્સામાં તિતલી વાવાઝોડા પછી ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયાની શંકા છે. ચાર લોકો ગૂમ છે. ગજપતિ જિલ્લાના રાયગઢ બ્લોકમાં શુક્રવારે સાંજે જ્યારે આ ઘટના થઈ ત્યારે ગામના લોકોએ ભારે વરસાદથી બચવા માટે એક ગુફા જેવી જગ્યાએ ઘુસી ગયા હતા. વિશેષ રાહત કમિટીના અધ્યક્ષ પીવી સેઠીએ આ ઘટનાનો ખુલાસો કર્યો છે.
પીવી સેઠીએ જણાવ્યું છે કે, ઠેર-ઠેર ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને ઝાડ પડવાની ઘટના બની છે. તેથી લોકો સુધી રાહત પહોંચાડવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. જાકે શુક્રવારની સરખામણીએ શનિવારે અહીં પાણીના સ્તર ઓછા થઈ રહ્યા છે. ૯૬૩ રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે. તેમાં ૧,૨૭,૨૬૨ લોકો શરણ લઈ રહ્યા છે.
વરસાદ અને પૂરના કારણે રાજ્યના ગંજામ, પુરી, કંઘમાલ, કેન્દ્રપાડા, રાયગઢ અને ગજપતિ સૌથી વધારે પ્રભાવિત થયા છે. તેમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ ગંજામ જિલ્લાની છે. પીવી સેઠીએ જણાવ્યું કે, લોકોને રેસ્કીયું કરવા માટે અમે નેવી પાસેથી બે હેલિકોપ્ટરની માગણી કરી છે. તેમાં છ જિલ્લામાં ૬ લાખ લોકો પ્રભાવિત થયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY