ગણપતિ વિસર્જનમાં ડક્કા અોવારે ટેમ્પા આગળ લેવાના મુદ્દે ટોળાએ કરેલો હુમલો

0
8

ગલેમંડી કુંભાર શેરીની ત્રણ મહિલા સહિત સાત લોકોને ટોળાએ ફટકાર્યા
સુરત, તા. ૨૪
ગઈકાલે ગણપતિ વિસર્જન દરમિયાન ડક્કા અોવારા પાસે ટેમ્પો આગળ લેવા બાબતે ૨૫થી ૩૦ જણાંના ટોળાએ હુમલો કરતા સાત જણાંને ઈજા થઈ હતી. અઠવા પોલીસે ટોળાની સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગલેમંડી કુંભાર શેરીમાં રહે તા જયનાબેન ચંદ્રેશભાઈ રાણાએ આપેલી ફરિયાદ મુજબ ફરિયાદીના મહોલ્લાના ગણપતિ વિસર્જન કરી ડક્કા અોવારા કસ્ટમ અોફિસ પાસેથી પસાર થતા હતા ત્યારે ટેમ્પો આગળ લેવા બાબતે બોલાચાલી થતા ૨૫ થી ૩૦ જણાના ટોળાએ કલ્પેશભાઈ ધનસુખભાઈ રાણા, કશીલાબેન પ્રકાશભાઈ, ખુશ્બુબેન જયેશભાઈ, રાજુભાઈ રાણા, જતિન પ્રવીણચંદ્ર, ભીખીબેન રાણા, મનીષ ઉર્ફે મોહનભાઈ ઉપર હુમલો કરી માર માર્યો હતા. આ બનાવમાં કલ્પેશને વધુ ઈજા થઈ હતી. તેમજ કલ્પેશભાઈની સોનાની ચેઈન, હાથનું કડુ તથા મનિષ ભાઈનો મોબાઈલ ફોન પડી ગયો હતો.
અઠવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY