સ્યુસાઈડ નોટમાં લખ્યું ‘હું મારી મરજીથી આપતા કરું છું’
સુરત, તા. ૧૯
ભેસ્તાન ફાયર સ્ટેશનમાં ટ્રેનર તરીકે ફરજ બજાવનાર યુવાને ગતરોજ જન્મ દિવસની ઉજવણી કર્યા બાદ આજે સવારે ભેસ્તાન-ડીંડોલી રેલવે ટ્રેક પરથી લાશ મળી આવી હતી. આત્મહત્યા કરતા પૂર્વ યુવાને સુસાઈડ નોટ લખી હતી. ભેસ્તાન ફાયર સ્ટેશન ખાતે ફાયર ટ્રેનર તરીકે ફરજ બજાવનાર ભરત કોળીયાર મૂળ પોરબંદરનો રહેવાસી છે. ગતરોજ ભરતનો જન્મ દિવસ હોવાથી તે ખૂબ ખુશ હતો અને સાંજેમિત્રો સાથે કેક કાપી જન્મ દિવસ પણ ઉજવ્યો હતો. ત્યારબાદ ભરત કયાંક ગુમ થઈ ગયો હતો. આજે સવારે ભેસ્તાન ડીંડોલી રેલવે ટ્રેક પરથી ભરત લાશ મળી આવી હતી. ભરતે રેલવે ટ્રેક ઉપર પડતુ મૂકીને આત્મહત્યા કરી હતી. ભરતે આત્મહત્યા કરતા પૂર્વે સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં તે પોતાની મરજીથી આત્મહત્યા કરી હોવાનું લખ્યું છે. ટ્રેન નીચે પડતુ મૂકતા ભરતના શરીરના ત્રણથી ચાર ટૂકડા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરતના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની ચર્ચા તેના મિત્ર વર્તૂળમાં થતી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



