ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીના કર્મચારીઅો પણ દોડી આવ્યાં
સુરત, તા. ૧૪
આજે સવારે અડાજણ રૂષભ ટાવર પાસે રસ્તા ઉપર ઉભેલી હજીરા કાઠાની વિસ્તારની લકઝરી બસમાંથી સીએનજી ગેસ લીકેજ થતા અફરાતફરી મચી હતી. સ્થાનિકો અને રાહદારીઅો દ્વારા જાણ કરવામાં આવતા ફાયર અને ગેસ કંપનીની ટીમ સ્થળ ઉપર પહોîચી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે અડાજણ રૂષભ ટાવર પાસે રસ્તા ઉપર ઊભેલી લકઝરી બસ નં. જીજે-૫-એઝેડ-૯૦૬૦ માંથી સીએનજી ગેસ લીકેજ થતો હતો. બસમાં ડ્રાઈવર ક્લીનર ન હોવાથી રાહદારીઅો અને સ્થાનકો ભયભીત થઈને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. તાત્કાલિક ફાયર અોફિસર ધોબી ઘટના સ્થળે પહોîચી પરિસ્થિતને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.
બસની સીએનજી કિટમાંથી ગેસ લીકેજ થતો હતો. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આ અંગે ગુજરાત ગેસ કંપનીનેï પણ જાણ કરવામાં આવી હતી. ગેસ લીકેજમાંથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે આગજની થઈ ન હતી. ખાલી બસ હોવાથી કોઈ નાસભાગ પણ મચી નહતી ગેસ કંપનીના અધિકારીઅો સ્થળ પર પહો઼ચે તે દરમિયાન ફાયરની જવાનોએ બસને કોર્ડન કરી આપી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



