અનિલ-માધુરી ૧૮ વર્ષ બાદ ફિલ્મમા સાથે કરશે ‘ટોટલ ધમાલ’

0
737

બોલિવૂડની ધક ધક ગર્લ અને જક્કાસ અભિનેતા અનિલ કપૂરની જોડી ફિલ્મી પડદે અનેક ફિલ્મોમાં પોતાનો જાદૂ ચલાવી ચુકી છે. હવે બંને ૧૮ વર્ષ બાદ ઈંદ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં બંને સાથે જોવા મળશે. ફિલ્મ ધમાલની સીરીઝમાં આ વખતે અનિલ, માધુરી સાથે અજય દેવગણ જોવા મળશે. ફિલ્મ અંગે જાણવા મળ્યા અનુસાર ટોટલ ધમાલ ફિલ્મમાં અનિલ કપૂર મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મથી માધુરી દીક્ષિત પણ ઘણા વર્ષો પછી ફિલ્મી પડદે જોવા મળશે. આ ફિલ્મ ધમાલ સીરીઝની અન્ય ફિલ્મોની જેમ કોમેડી હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત આ અગાઉ વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ પુકારમાં સાથે જોવા મળ્યા હતા. ૨ દાયકા સુધી બોલિવૂડ પર રાજ કરનાર માધુરી ફરીથી એકવાર અનિલ કપૂર સાથે કોમેડી કરતી જોવા મળશે. ટોટલ ધમાલ ફિલ્મમાં આ બંને દિગ્ગજો ઉપરાંત અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી પણ જોવા મળશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY