છ માસ પૂર્વે વિધવા થયેલા અસ્મિતાબેન ઘણા સમયથી ડીપ્રેશનમાં હતા : દીયરની રિવોલ્વરથી ભાભીએ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો
સુરત, તા. ૨૪
રાંદેર પોલીસ લાઈનમાં રહેતા એક પીએસઆઈના ભાભીના પતિનું છ મહિના પહેલા અવસાન થયું હતું અને ત્યારથી ભાભી સતત ડીપ્રેશનમાં રહેતા હતા. વિધવા ભાભીએ સર્વિસ રિવોલ્વર વડે પોતાની પર ફાયરિંગ કરી આત્મહત્યા કરી લેતા સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાંદેર પોલીસ લાઈનમાં આવેલી બિલ્ડિંગ નં. બી/૩ રહેતા અને ઝોન-૨માં રીડર તરીકે સેવા આપતા પીએસઆઈ ભરત પીરધાનના ભાભી અસ્મિતાબેને કોઈ અગમ્ય કારણોસર પોતાના દીયર ભરતભાઈની સર્વિસ રિવોલ્વર થી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. કથિત રીતે તેઅો છેલ્લા ઘણા સમયથી ડીપ્રેશનમાં હોવાથી તેમણે આત્મહત્યા કરી લીધી હતી. જોકે, આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઅોને જાણ થતા તેઅો ઘટના સ્થળે ધસી જઈ સર્વિસ રિવોલ્વર, કાર્ટીઝ કબજે લીધા હતા અને મૃતક ભાભીના પીએમ કરાવવા મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફોરેન્સિક નિષ્ણાત ડોક્ટરો દ્વારા પીએમ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસ પરિવારજનોની સાથે- સાથે અડોશ-પડોશમાં રહેતા લોકોના નિવેદનો પણ લેવાના ચક્રોગતિમાન કર્યા હતા. સ્મીતાબેનના પતિનું ૬ મહિના પહેલાં અવસાન થયું હતું. તેઅો બે બાળકો સાથે ૨૦૧૦ થી રાંદેર વિસ્તારમાં રહેતી હતી. સ્મીમતા પીરધાનના બે બાળકમાં એક સંતાન ધો. ૧૦માં અભ્યાસ કરે છે. સ્મીતાના ઘરમાં કોઈ હતુ નહીં ત્યારે તેણે એકલતાનો લાભ લઈ સર્વિસ રિવોલ્વરથી લમણાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પીએસઆઈ ભરત અને તેની માતા મંદિરે ગયા હતા. ત્યાંથી તેઅો પરત થતા તેઅો ચિંતામાં પડી ગયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



