ભાદરવામાં વૈશાખ જેવો ઉનાળો સુરતનું તાપમાન ૩૪ ડીગ્રી દર્જ

0
10

ઉનાળા જેવા તાપમાં શહેરીજનો અકળાયા
સુરત, તા.૨૧
આજે સવારથી જ શહેરમાં આકરા તાપનો અનુભવ થઈ રહ્ના છે. ભાદરવાનો તાપ નીકળતા બપોરના સમયે શહેરીજનોને ભારે અકડામણનો સામનો કરવાની ફરજ પડી હતી. સાંજ સુધી ગરમીનો પારો ૩૬ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી નોંધાયં હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા અને હવાનં દબાણ ૧૦૦૭ મીલીબાર નોંધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગતરોજ વાદળછાયા વાતાવરણ બાદ આજે સવારથી આકરો તાપ નીકળતા શહેરીજનો ભાદરદવાના તાપથી રેબઝેબ થયા છે. આજે બપોરે શહેરમાં ગરમીનો પારો ૩૪ ડિગ્રી વટાવી ગયો છે જે સાંજ સુધી ૩૬ ડિગ્રી સુધી રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવ્યું છે. આવતીકાલે શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તડકો અોછો રહેશે પરંતુ બફારો યથાવત રહે તેવી શક્યતા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY