અલથાણના વેપારીને વ્યાજખોરો દ્વારા ધમકી અપાતા ગુનો દાખલ

0
3

વ્યાજ સહિતની મુદ્દલ ચૂકવી દીધી છતા વસૂલી માટે ધમકી
સુરત, તા.૨૧
અલથાણના વ્યાજખોરો સામે ખટોદરા પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ હતી. રૂપિયા ચાર લાખનો બદલામા રૂપિયા ૫.૩૦ લાખ ચૂકવી દીધા બાદ પણ રૂપિયાની ઉઘરાણી કરી ધાક ધમકી આપી હતી.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અલથાણ ગાર્ડન મંગા હાઇટ્સમાં રહેતા વેપારી પંકજ હરગોવિંદ પટેલે આરોપી વ્યાજખોર પોપટ પટેલ, જનક પોપટભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ આરોપી પાસેથી રૂપિયા ૪ લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. ફરિયાદીએ રૂપિયા ૫.૩૦ લાખ ચૂકવી દીધા બાદ પણ આરોપીઅોએ વ્યાજના પૈસાની ઉઘરાણી કરી ધાક ધમકી આપી હતી. ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY